News Portal...

Breaking News :

રૂપાલી ગાંગુલી ( અનુપમા )ની પોતાની જિંદગીમાં કાકરાટ, કર્યો સાવકી પુત્રી ઈશા પર માનહાનીનો કેસ દાખલ

2024-11-12 16:00:51
રૂપાલી ગાંગુલી ( અનુપમા )ની પોતાની જિંદગીમાં કાકરાટ, કર્યો સાવકી પુત્રી ઈશા પર માનહાનીનો કેસ દાખલ


અનુપમા શો ખુબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેમાં પણ રૂપાલી ગાંગુલીના ચાહકો ખુબ વધુ છે. લોકો આ શો માં અનુપમાના રોલને ખુબ પસંદ કરે છે, પરંતુ રૂપાલી ગાંગુલીની પોતાની લાઈફમાં ડખા ચાલે છે. 


રૂપાલી ગાંગુલી પર સાવકી પુત્રી ઈશા વર્માએ કેસ કર્યો છે અને ઘણા આરોપ લગાવ્યા છે. ઘણા દિવસો પછી રૂપાલીએ સાવકી પુત્રી પર માનહાનીનો કેસ દાખલ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી રૂપાલી ગાંગુલી સોશ્યિલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.ઈશા રૂપાલીના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા છે.જેના કારણે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.પોતાના વિરુદ્ધ ખોટી વાતો ફેલાવા બાબત નોટિસ આપી છે, અને 50 કરોડ રૂપિયાનું વડતર માગ્યું છે. 


ઈશાની આવી વાતોથી રૂપાલીનું માનસિક સંતુલન બગડ્યું છે અને તેના કામ પર પણ તેની અસર પડી રહી છે. કામમાં ધ્યાન ન હોવાના કારણે તેના હાથમાંથી કામ છૂટી રહ્યા છે. જેને લઇ તે ખુબ ચિંતિત છે.રૂપાલી ગાંગુલીએ ઈશા પાસેથી વળતર સિવાય માફીની માંગ કરી છે.અત્યાર સુધી પોતે ઈશાને દરેક જગ્યા પર સાથ આપ્યો છે, તેમ છતાં ઈશાના આવા વર્તનના કારણે રૂપાલીએ આ નોટિસ મોકલી છે.

Reporter:

Related Post