News Portal...

Breaking News :

અમદાવાદમાં દરોડાનો કેસ ન બનાવવા માટે રોકડામાં 27 લાખ રૂપિયા લઈ ગયા: જીએસટી પેટે 40 લાખ રૂપિયા ભરાવ્

2024-12-26 10:58:51
અમદાવાદમાં દરોડાનો કેસ ન બનાવવા માટે રોકડામાં 27 લાખ રૂપિયા લઈ ગયા: જીએસટી પેટે 40 લાખ રૂપિયા ભરાવ્


અમદાવાદ : GSTના અધિકારીઓએ મોબાઈલના વેપારી પાસેથી  40 લાખ રૂપિયાનો જીએસટી ભરાવવા ઉપરાંત રોકડામાં 27 લાખ રૂપિયા લઈ ગયા હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરની કચેરીને અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કચેરીને આપવામાં આવી છે. 


સંજય પટેલ નામના જીએસટી અધિકારીએ દરોડો પાડયો હતો. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આવેલા બહુમાળી મકાનમાં આવેલી જીએસટી કચેરીના અધિકારીઓએ દરોડા પાડયા હતા.બાલાજી મોબાઈલે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, દરોડાની કાર્યવાહી વહેલી સમેટી લેવા માટે રોજના 2 લાખ રૂપિયા લઈને એક વ્યક્તિ કામ કરી આપશે તેમ જણાવવામાં આવ્યું હતું. 


વેપારીએ પૈસા આપવાની તૈયારી બતાવતા દરોડાની કાર્યવાહી થોડા સમય માટે અટકાવીને થોડા સમયમાં ફરી ચાલુ કરી દેવામાં આવી હતી. દરોડો અટકાવતી વેળાએ મોટી રકમ ભરવાની આવશે. તેમ જણાવીને વેપારીને ડરાવી દેવામાં આવ્યો હતો. તેથી વેપારી ઓછી રકમમાં સેટલમેન્ટ કરવા તૈયાર થતાં તેની પાસેથી 27 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. દરોડાનો કેસ ન બનાવવા માટે આ રકમ લેવામાં આવી હતી. જીએસટી પેટે 40 લાખ રૂપિયા ભરાવ્યા હતા.જીએસટી એક્ટની કલમ 67(1) હેઠળ માત્ર તપાસ કરવાને નામે આવીને દરોડા પાડીને અધિકારીઓ નીકળી જતાં હોવાના અને વેપારીઓને નાણાંકીય રીતે ખંખેરી જતાં હોવાની ફરિયાદો પણ વધવા માંડી છે.

Reporter: admin

Related Post