મુંબઈ: RBI એ આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી દીધી છે. રેપો રેટમાં 50 બેસિઝ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે હવે રેપો રેટ 5.50% થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 25 બેસિઝ પોઇન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેસિઝ પોઇન્ટનો ઘટાડો કરાયો હતો. જેના બાદ રેપો રેટ 6.00% એ આવી ગયો હતો. દેશમાં માંગ ધીમે ધીમે નબળી પડી રહી છે.
ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 4% થી નીચે રહ્યો છે. જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.
Reporter: admin