દિલ્હી :ગુરુવારે ઈન્ડિયા ટુડે ટીવીને સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે રાત્રે 8 વાગ્યે યોજાનારી પાકિસ્તાન સુપર લીગની મેચના કલાકો પહેલા રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.

આજે સ્ટેડિયમમાં પીએસએલ ટીમો પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે મેચ યોજાવાની હતી.
ઇસ્લામાબાદે ભારતમાં 15 લશ્કરી સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાના કલાકો પછી તેના જવાબમાં, ભારતે ગુરુવારે લાહોરમાં હવાઈ સંરક્ષણ રડાર સિસ્ટમનો નાશ કર્યો છે .ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ નષ્ટ થઇ ગયું છે અને આખુ સ્ટેડિયમ તૂટી ગયું છે. PSLની મેચ પણ રાવલપિંડી સ્ટેડિયમમાં આજે રમાવાની હતી તેને રદ કરવામાં આવી છે. રાવલપિંડી સ્ટેડિયમમાં 8 મેએ ડેવિડ વોર્નરની કરાચી કિગ્સ અને બાબર આઝમની પેશાવર ઝાલ્મી વચ્ચે પાકિસ્તાન સુપર લીગની 27મી મેચ રમાવાની હતી. જોકે, હવે આ મેચને રદ કરવામાં આવી હોય તેવા સમાચાર છે.

ભારતીય સેનાએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો. ભારતે પોતાની સરહદની અંદર જ મિસાઇલો છોડી હતી જેનાથી PoK સહિત પાકિસ્તાનના 9 ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હવે પાકિસ્તાનનો દાવો છે કે બુધવારની રાત્રે પણ ભારતે તેના કેટલાક ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. પાકિસ્તાની સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં કહેવામાં આવ્યું કે ભારતે ઇઝરાયેલી હેરપ ડ્રોન્સનો ઉપયોગ કરતા હુમલો કર્યો છે. પાક સેનાએ કહ્યું કે આ હુમલા લાહોર, કરાચી, ગુજરાંવાલા, ચકવાલ, રાવલપિંડી, બહાવલપુર,મિયાંવાલી અને ચોર શહેરમાં થયા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે આ હુમલા અમારા શહેરોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા.
Reporter: admin