News Portal...

Breaking News :

આવતીકાલે દશેરા પર્વ નિમિત્તે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા તેમજ રાવણ દહન કાર્યક્રમ યોજાશે

2024-10-11 14:51:24
આવતીકાલે દશેરા પર્વ નિમિત્તે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા તેમજ રાવણ દહન કાર્યક્રમ યોજાશે


વડોદરા :  પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા તેમ જ રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે 


આવતીકાલે દશેરાના પાવન અવસર પર 44મી રામલીલા નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ કુંભકરણ મેઘનાથ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ૫૫ ફૂટ નો રાવણ છે જ્યારે મેઘનાથ અને કુંભકરણ 50 ને 51 ફૂટના બનાવવામાં આવ્યા છે કારીગરો આગ્રહથી એક મહિના અગાઉ આવીને આ પૂતળા બનાવે છે જ્યારે તેમાં દારૂખાનું નાખવા માટે એક દિવસ અગાઉ કામગીરી કરવામાં આવે છે 


ત્યારબાદ તેમને ઇન્સ્ટોલ કરીને ઉભા કરી દેવામાં આવે છે જે દશેરાના દિવસે તેમનું દહન કરવામાં આવે છે આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં વડોદરાના લોકો વિશેષ ઉપસ્થિત રહે છે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા પણ સુરક્ષા ને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે લોકોને અગવડતા ન પડે તેની પણ પૂર્ણ તકેદારી રાખવામાં આવે છે.

Reporter: admin

Related Post