વડોદરા : શહેરમાં વોર્ડ નંબર 16 માં વિવિધ સોસાયટીઓના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે.
આદિત્ય હાઇટ્સ ઓરબીટ સહિતના ફ્લેટ અને બંગલાના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે.ત્રણ ત્રણ દિવસ સુધી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકો પરેશાન છે.બાળકોને સ્કૂલે મોકલવા પણ અઘરું પડી રહ્યું છે. વારંવારની રજૂઆત કરવા બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલતું.કોર્પોરેશન દ્વારા હાઇવે પર કાંસ ને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન થયા છે.
પૂર્વ વિસ્તારમાં ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકોને ભારે નુકસાન થયું છે વૃંદાવન ચાર રસ્તાથી બાપોદ તરફ જતી કાંસ ખાલીખમ છે,વૃંદાવન ચાર રસ્તાથી કપૂરઇ તરફ જતી કાસ માં ભરપૂર પાણી છે.કાંસ માંથી પાણીનો નિકાલ નહી થતા વિસ્તાર પ્રભાવિત થયો છે.
Reporter: admin