સિઓલ: દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. એવામાં પોલીસે રાષ્ટ્રપતિ યૂન સુક યોલની ઓફિસ પર દરોડા પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર તે જ સમયે, ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ દ્વારા માર્શલ લો લાગુ કરવામાં ભૂમિકાની તપાસ માટે દક્ષિણ કોરિયાના પોલીસના બે ટોચના અધિકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ યુન સામે મહાભિયોગ કરવા માટે નવી દરખાસ્ત રજૂ કરે તેના કલાકો પહેલા આ દરોડા પાડવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાની મુખ્ય લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું રાષ્ટ્રપતિની જાહેરાત બળવો કરવા સમાન હતી.
ગયા શનિવારે મહાભિયોગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો, કેમ કે શાસક પક્ષે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીએ કહ્યું કે તેનું ધ્યેય શનિવારે નવા પ્રસ્તાવ પર મતદાન કરવાનું છે.આ પહેલા 9 ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દેશના ન્યાય મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ યુનને માર્શલ લૉ જાહેર કરવા બદલ તેમની સામે શરૂ કરવામાં આવેલી તપાસને કારણે વિદેશ પ્રવાસ કે દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Reporter: admin