વડોદરા : મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર ૯માં સમાવિષ્ટ ઉમેદ પાર્ક તક્ષ બંગ્લોઝ સરોજ પાર્ક 1,2 ઈશાનયા ફ્લોરેન્જા ઈશાન્યા શાંતિગ્રામ જેવી 20 થી 25 સોસાયટીઓ આવેલી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઈન નાખવાની કામગીરી ગોકુળ ગાય ની ગતિએ કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ નબળી કામગીરીના કારણે પાણીની લાઈન લીકેજ થવી ડ્રેનેજ ની લાઇન તૂટવી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે
ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારમાં દર્દીઓને લાવવા લઈ જવાની એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, નાના બાળકોને સ્કૂલે લઈ જવા લાવવા પણ મુશ્કેલ બનેલ છે આજરોજ સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરો તેમજ ધારાસભ્યની સામે વિરોધ પ્રદર્શન કર્યું અને જો જલ્દીથી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Reporter: admin