News Portal...

Breaking News :

અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ: વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત

2025-04-22 13:44:31
અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ: વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત


અમરેલી : અહીંના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. 


વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઈલોટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. 


દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો, જે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો.પ્લેન ક્રેશની તપાસ શરૂ પ્લેન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.

Reporter: admin

Related Post