વડોદરા : 'જાણતા રાજા' એ નાટક છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પર આધારિત છે.

નાટકના દ્રશ્યોમાં તેમના બાળપણથી લઈ રાજાભિષેક સુધીની ઘટનાઓ સમાવિષ્ટ છે – જેમાં જીજાબાઈની સંસ્કારશીલતા, શિવાજીની દેશભક્તિ, અફઝલખાન વધ, તાનાજીનો બલિદાન, માવળાઓનો સાથ, અને શિવાજી મહારાજની રાજનીતિ, ન્યાય અને ધર્મની સમજણને દર્શાવવામાં આવે છે."જાણता રાજા" એટલે કે એવા રાજા કે જે જાણનારા છે – પ્રજાના દુઃખ જાણે છે, ધર્મ અને નીતિ જાણે છે, અને સાચા અર્થમાં સમાજસેવી રાજા છે. છત્રપતિ શિવાજી મહારાજને એ માટે "જાણता રાજા" કહેવામાં આવે છે.

નાટકની વિશેષતાઓ:ભવ્ય દ્રશ્યાવલીઓ અને લાઈવ ઘોડા, હાથી, લશ્કરી દ્રશ્યો,મોટા ઓપન એર સ્ટેજ પર 200થી વધુ કલાકારો,લાઈવ સાઉન્ડ, લાઈટિંગ અને ઇતિહાસને જીવંત કરતી શૈલી,શિવાજી મહારાજના રાજાભિષેક,માવળાઓની વફાદારી, અફઝલખાનનો વઘ, હિન્દવી સ્વરાજ્યની સ્થાપના જેવી ઘટનાઓ દર્શાવવામાં આવે છે.છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકનું વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે તારીખ 3 એપ્રિલ થી 6 એપ્રિલ સુધી યોજાવાનું છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકની સંપૂર્ણ માહિતી આપવા માટે આજરોજ અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ધારાસભ્ય મનિષાબેન વકીલ, છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકના આયોજક સાંતનું સુખદેવકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: