વડોદરા : ઉતરાયણ પર્વ માથે છે ત્યાં હાઇકોર્ટના નિર્દેશ બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન,ખરીદ-વેચાણ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી હતી.

જે અંતર્ગતગોત્રી,નવાપુરા,વાડી,રાવપુરામાં દોરી માંજવા માટે કાચ પાઉડરનો ઉપયોગ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી તેઓની અટકાયત કરી હતી.પોલીસની કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Reporter: admin