દિલ્હી : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.
ઓપરેશન સિંદૂર પછી આ પીએમ મોદીનું પહેલું સંબોધન હશે.પહેલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જારી છે. ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો થલસેના, નૌસેના અને વાયુસેનાએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા અને સેનાની તૈયારી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વાયુસેના પ્રમુખ એર માર્શલે સ્પષ્ટપણે કહ્યું કે અમારી લડાઈ પાકિસ્તાન સામે નહીં, પરંતુ આતંકીઓ સામે હતી.
Reporter: admin