80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો. તેમણે આગામી પાંચથી સાત વર્ષ માટે દેશના વિકાસનો રોડમેપ રજૂ કર્યો અને આત્મનિર્ભરતાને સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય ગણાવ્યું.
વડાપ્રધાને **‘શક્તિની સપ્તધારા’**નો ઉલ્લેખ કરતાં મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ટેક્નોલોજી અને ઇનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન અને બ્લૂ ઇકોનોમી તેમજ ભારતની સોફ્ટ પાવર પર ભાર મૂક્યો. તેમણે ગ્રીન હાઇડ્રોજન, નવીનીકરણીય ઊર્જા અને ઓશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવાની વાત કરી
પીએમ મોદીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દેશમાં ત્રણ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે અને આગામી વર્ષોમાં અનેક નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેમણે ક્રિટિકલ મિનરલ્સની સુરક્ષિત સપ્લાય માટે લેવામાં આવી રહેલા પગલાંની પણ માહિતી આપી.
વડાપ્રધાને આત્મનિર્ભર ભારત માટે મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી અને લોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાની અપીલ કરી. સાથે જ હિંસા અને અરાજકતા ફેલાવતી માનસિકતા સામે યુવાનોને સતર્ક રહેવાનો સંદેશ આપ્યો.
તેમણે કાચા તેલ માટેની વિદેશી નિર્ભરતા ઘટાડવા અને દરિયાઈ સંસાધનોના વધુ સારા ઉપયોગ પર પણ ભાર મૂક્યો. પીએમ મોદીએ જણાવ્યું કે બ્લૂ ઇકોનોમી અને સીફૂડ ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થાને નવી મજબૂતી આપી શકે છે.
તેમણે કાચા તેલ માટેની વિદેશી નિર્ભરતા ઘટાડવા અને દરિયાઈ સંસાધનોના વધુ સારા ઉપયોગ પર પણ ભાર મૂક્યો. પીએમ મોદીએ જણાવ્યું કે બ્લૂ ઇકોનોમી અને સીફૂડ ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થાને નવી મજબૂતી આપી શકે છે.
Reporter: admin







