વડોદરા : એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લેટ ફી મામલે શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાના મુદ્દે એન.એસ.યુ.આઈ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ હોમ સાઈન્સમાં ફેશન ટેકનોલોજી હાયર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવા થી ટેમ્પરરી શિક્ષક નુકતિ ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષકનાં વર્તન વિરુદ્ધ રોશની લાગણી વ્યાપી છે

આ મામલો વિદ્યાર્થી હીત રક્ષક એસોસિએશન એન.એસ.યુ.આઇ પાસે પહોંચતા એન એસ યુ આઈ ના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની માગ કરવામાં આવી હતી.




Reporter: admin