વડોદરા પીસીબીએ તરસાલી વુડાના મકાનમાં ધમધમતા વિદેશ દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી.અને રૂ.2020 લાખના દારૂ સાથે કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે બે મહિલા બુટલેગરની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે તરસાલી સ્થિત વુડાના મકાનમાં લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ વિદેશી શરાબનો વેપલો ચલાવે છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી. સાંઇનાથ કોમ્પેક્ષ વુડાના મકાન નંબર 2 અને મકાન નંબર 6 માં અન્ગ્રેસજી શરાબનો જથ્થો ઉતાર્યો છે તેવી બાતમી હતી જેના આધારે ચકાસણી કરતા પોલીસને બંનેના ઘરેથી મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પતરાના છાપરા નીચે તથા ભુમીકાબેન વાદીની દુકાનની પાછળ દિવાલ પાસે તેમજ બ્લોક નંબર 2 ની પાછળ પતરાના છાપરામાં નીચે અલગ-અલગ જગ્યાએ ગબ્બાઓ બનાવી ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે
અને ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના માણસો રાહુલ,અમીત તથા બાદલ તેઓના મોપેડ મારફતે દારૂનુ છુટક વેચાણ કરે છે તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ આ દારૂનુ હોલસેલમાં પણ વેચાણ કરે છે તેવી જાણ થઇ હતી. પોલીસે સ્થળ ઉપરથી બિયારના ટીન અને વિદેશી શરાબની 979 બોટલો કિંમત રૂ. 1.20 લાખ તથા એક મોબાઈલ જપ્ત કર્યો હતો.સાથે બે મહિલાઓ ડિમ્પલ વાદી અને હંસા વાદી ની ધરપકડ કરી હતી. જયારે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ફરાર થઇ ગયો હતો.
Reporter: News Plus