શહેરમાં લક્ઝરી બસો અને ડમ્પરોની બેરોકટોક અવરજ્વર, ટ્રાફિક, પોલીસ મૂકપ્રેક્ષક.
શહેરમાં ડંપર ચાલકો પોલીસની પણ બીક રાખ્યા વગર બેફાનપણે ફુલ સ્પીડમાં ડંપર ચલાવીને વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે અને નિર્દોષ વાહન ચાલકો આ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષકબનીને જોઇ રહી છે. બુધવારે સાંજે શહેરના વાઘોડીયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસે ડંપર ચાલકે અકસ્માત સર્જતા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ ફુલ સ્પીડમાં આવી રહેલા ડંપર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટમાં લેતા તેનું કરુણ મોત થયું હતું.
અકસ્માત બાદ ડંપર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે લોકો સ્થળ પર એકત્ર થયા હતા અને તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવી હતી. લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. શહેરમાં લક્ઝરી બસ ચાલકો અને ડંપર ચાલકો ટ્રાફિક પોલીસના આશિર્વાદથી બેફામ બનીને વાહન ચલાવી રહ્યા છે અને વારંવાર અકસ્માતો સર્જી રહ્યા છે. હવે તો શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવવી પડશે
Reporter: admin