વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના વાલીઓ આજે ફીના મુદ્દે ફરી ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા વિવિધ નિયમોનું પાલન નહીં કરવા બદલ તાજેતરમાં જ ૩૦૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.એફઆરસી દ્વારા પણ શો કોઝ નોટિસ આપવમાં આવી છે.આમ છતા વાલીઓએ આજે ડીઈઓ સમક્ષ રજૂઆત કરી હતી કે, સ્કૂલ સંચાલકો એફઆરસી પ્રમાણે ફી લેવાનો ઈનકાર કરી રહયા છે અને તેઓ પોતાની રીતે નક્કી કરેલી ફી ભરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા ઘણી વધારે ફી સ્કૂલ સંચાલકો માગી રહ્યા છે.
વાલીઓએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી રજૂઆત કરીને અમારા ચંપલ ઘસાઈ ગયા છે.અમે એફઆરસી અને સ્કૂલ વચ્ચે ફંગાળાઈ રહ્યા છે.બંને પક્ષો પોેતે સાચા હોવાનો દાવો કરે છે.સરકારે ફી માટે કાયદો તો બનાવ્યો છે પરંતુ ખાનગી શાળા સંચાલકો પાસે આ કાયદાનું પાલન કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એક મહિના પહેલા પણ અમે સ્કૂલ સામે રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ અમને જોવા મળ્યું નથી.
Reporter: admin