News Portal...

Breaking News :

વડોદરાના શુભાનપુરામાં ‘પાપા ફોન’ સ્માર્ટફોન સ્ટોરનો ભવ્ય શુભારંભ

2026-09-04 15:26:03
વડોદરાના શુભાનપુરામાં ‘પાપા ફોન’ સ્માર્ટફોન સ્ટોરનો ભવ્ય શુભારંભ

વડોદરા: શહેરના શુભાનપુરા વિસ્તારમાં જૈન મંદિર ચાર રસ્તા પાસે ‘પાપા ફોન’ સ્માર્ટફોન સ્ટોરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને નવા સ્ટોરની શરૂઆત કરવામાં આવી હોવાનું સંચાલકો દ્વારા જણાવાયું છે.

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે તા. ૪થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ માટે ગ્રાહકો માટે વિવિધ આકર્ષક ઓફર્સ જાહેર કરવામાં આવી છે. સ્ટોરના સંચાલક જગદીશભાઈના જણાવ્યા અનુસાર, કોઈપણ ફોનની ખરીદી પર ૨૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે.

જન્માષ્ટમીના દિવસે બપોરે ૧થી ૫ વાગ્યા દરમિયાન સ્ટોરની મુલાકાત લેનારી મહિલાઓને કોઈપણ ખરીદી વગર ફ્રી લેડીઝ પર્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઈયરબર્ડ્સ પર પણ ખાસ ઓફર હેઠળ સામાન્ય રીતે ₹૧,૦૦૦થી ₹૧,૨૦૦ની આસપાસ મળતા ઈયરબર્ડ્સ ₹૨૯૯માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારા ગ્રાહકોને ૧૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જ્યારે ફાઇનાન્સ પર ફોન ખરીદનારા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ વિના ₹૧,૦૦૦થી ₹૫,૦૦૦ સુધીના કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે.

સ્ટોરના સંચાલક જગદીશભાઈએ વડોદરાવાસીઓને શુભાનપુરા સ્થિત ‘પાપા ફોન’ સ્ટોરની મુલાકાત લઈ આ ખાસ ઓફર્સનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

Reporter: admin

Related Post