News Portal...

Breaking News :

પાકિસ્તાની લોકોના વિઝા રદ કરીને પાકિસ્તાન પાછા મુકવામાં આવ્યાં છે તો સીમાને કેમ પાછી મુકવામાં નથી આવી

2025-05-13 12:15:11
પાકિસ્તાની લોકોના વિઝા રદ કરીને પાકિસ્તાન પાછા મુકવામાં આવ્યાં છે તો સીમાને કેમ પાછી મુકવામાં નથી આવી


સીમા ખોટું બોલી રહી છે, તેના તલાક પણ થયા નથી : સીમા હૈદરની બહેન હોવાનો દાવો



દિલ્હી : સીમા હૈદરને પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી હતી, ભારતમાં આવ્યાં બાદ સચિન મીણા નામના વ્યક્તિ સાથે તેણે લગ્ન કર્યાં હોવાનો દાવો પણ તે કરી રહી છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં આવ્યાં બાદ તેણે એક દીકરીને જન્મ પણ આપ્યો છે. અત્યારે એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા સીમા હૈદરની બહેન હોવાનો દાવો કરી રહી છે અને સીમાને પાકિસ્તાન આવવા માટે અપીલ પણ કરી રહી છે. વીડિયોમાં આ મહિલાએ પોતાનું નામ રીમા હૈદર બતાવી રહી છે. 



આ વીડિયો સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા યુટ્યુબમાં અપલોડ કરવામાં આવ્યો છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગીને પણ મદદ માટે અપીલ કરી છે. કહ્યું કે, ‘ત્યાં રહેતા અન્ય પાકિસ્તાની લોકોના વિઝા રદ કરીને પાકિસ્તાન પાછા મુકવામાં આવ્યાં છે તો સીમાને કેમ પાછી મુકવામાં નથી આવી? તે પોતાના ચાર બાળકોને ગેરકાયદે ભારતમાં લઈને આવી છે. સીમા ખોટું બોલી રહી છે, તેના તલાક પણ થયા નથી. જેથી સીમાને પાછી મોકલો અને અમારી મદદ કરો.’સીમાની વાત કરવામાં આવે તો, તેણે પાકિસ્તાન જવાની ના પાડી છે અને ભારતમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, સીમાએ છેલ્લા બે મહિનાથી યુટ્યુબમાં કોઈમાં કોઈ વીડિયો પણ પોસ્ટ કર્યો નથી. અત્યારની સ્થિતિને જોતા સીમાને પણ પાછા પાકિસ્તાન જવાનો ડર સતાવી રહ્યો છે. જો કે, તેની બહેન હોવાનો દાવો કરતી એક પાકિસ્તાની મહિલા રીમા હૈદરે સીમાને પાકિસ્તાન પાછી આવવા માટે આજીજી કરી છે. એટલું જ નહીં પરંતુ તે અને તેના બાળકો ભારતમાં સુરક્ષિત ના હોવાનો પણ દાવો કર્યો છે. આવી સ્થિતિમાં હવે ભારત સરકાર કેવો નિર્ણય લે છે તે જોવું રહ્યું!

Reporter: admin

Related Post