News Portal...

Breaking News :

પાદરા તાલુકામાં 19 વર્ષીય યુવતીની છેડતીનો આક્ષેપ, 56 વર્ષીય શખ્સ સામે પોલીસ ફરિયાદ

2026-07-14 16:50:54
પાદરા તાલુકામાં 19 વર્ષીય યુવતીની છેડતીનો આક્ષેપ, 56 વર્ષીય શખ્સ સામે પોલીસ ફરિયાદ

વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં 19 વર્ષીય યુવતી સાથે છેડતી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે 56 વર્ષીય શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, યુવતી પોતાના ઘરે એકલી હતી અને તેના માતા-પિતા બહાર ગયા હતા. આ દરમિયાન ગામમાં રહેતા 56 વર્ષીય વિનુ રોહિતે ઘરમાં પ્રવેશ કરીને યુવતી સાથે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


ઘટના દરમિયાન યુવતીની માતા ઘરે પરત ફરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવતીની માતાએ વિરોધ કરતાં આરોપીએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો

બનાવ અંગે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Reporter: admin

Related Post