વડોદરા : શહેરમાં પૂર પીડિતોને અને પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.
ત્યારે આ જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જ્યા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લોકોને જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વાહનો તથા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી. જ્યા અનેક ટેમ્પાઓમાં બેસી મોટી સંખ્યામાં નાગરિકો જન આક્રોશ રેલીના પ્રસ્થાન સ્થળે પહોંચ્યા હ્તા.
Reporter: admin