આજે આપણે ઘરે કુલ્ફી બનવાની રીત જાણીશું, જે બનાવવા માટે ની સામગ્રી,1 લીટર દૂધ, 200 ગ્રામ માવો, 125 ગ્રામ ખાંડ, થોડું કેસર અને બદામ, પિસ્તા, ઈલાયચી, અખરોટ એમ 50 ગ્રામ સૂકો મેવો જરૂર પડે છે.
દૂધ અને માવાનુ મિશ્રણ કરી ઉકળવા મૂકવું. તે ઘટ્ટ થાય ત્યા સુધી ઉકળવા દેવું અને ખાંડ ઉમેરવી. ગેસ ધીમી આંચ પર રાખવો.હવે એક કપ ગરમ દૂધ લઇ તેમાં કેસર પલાળવું અને તે કેસરને દૂધમા ભેળવી દેવું.હવે આ દૂધ ગેસ પરથી ઉતારી તેમાં સૂકા મેવાની કાતરી કરીને ઉમેરવી. ઈલાયચીનો ભૂકો ઉમેરવો.
હવે દૂધને ઠંડુ પાડી કુલ્ફીના બીબામા ભરવું અને ફ્રિજરમા રાખવી. કુલ્ફીને ખાવા કાઢતા પેહલા બે મિનિટ સુધી બીબામા પાણી રેડી પછી ડીશમા કાઢી લેવી.આ કુલ્ફી બજારમા મળતી કુલ્ફી જેવીજ લાગશે. અને ગરમીની સીઝનમા ખાસ કરીને ખાવાનું ગમશે.
Reporter: admin