વડોદરાના IOCL ટાઉનશીપ ખાતે પેટ્રોલિયલમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ દ્વારાશતરંજ એસો. વડોદરા ના સહયોગથ 34મી PSPB ઇન્ટર યુનિટ ચેસ ચેમ્પિયનશિપ 2024-25 યોજી હતી.જેનું આજે સમાપન થયું હતું જેમાં 18થી વધુ ચેસના ગ્રાન્ડ માસ્ટર અને ઈનેરનેશનલ માસ્ટર સહિત એ 45 હરીફો વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો.આ સ્પર્ધા બે ફોર્મેટમાં આયોજિત થનાર છે એક ટીમ ઇવેન્ટ અને બીજી સ્વિસ લીગ સિસ્ટમ થી રમાશે
ચેસ રમત બુદ્ધિ કૌશલ્ય ને સુદ્રઢ બનાવે છે. સાથે વ્યૂહાત્મક કૌશલ્ય નો પણ વિકાસ થાય છે.વડોદરામાં યોજાયેલ 34મી PSPB ઇન્ટર યુનિટ ચેસ ચેમ્પિયનશિપનું સમાપન થયું હતું જેમાં ટિમ ઇવેન્ટ,ટેબલ ટોપ, વૈયતિક કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં દેશભરની ઓઇલ ઉત્પાદન સાથે સંકળાયેલ વિવિધ કંપનીઓના 62 કર્મચારીઓએ ભાગ લીધો હતો
ટીમ અને વૈયતિક બંનેમાં આયોજન બદ્ધ રીતે રમીને ઓએનજીસીના ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાથી વિજેતા બન્યો હતો.જ્યારે ઇન્ટરનેશનલ માસ્ટર પદ્મિની રાઉત સારા રેટિંગ સાથે ઉભરી આવી હતી. આઈ.ઓ. સી.એલ.ના ઇ.ડી. બીપ્લબ બીશ્વાસ અભિજીત કુન્ટે ,સુનિલકુમાર સહિતના મહાનુંભાવોના હસ્તે પ્રથમ અને દ્વિતીય સ્થાને આવનાર ખેલાડીઓટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા
Reporter: admin