News Portal...

Breaking News :

અકોટા-દાંડિયાબજાર, હરિનગર તથા છાણી ઓવર બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી માટે એક તરફનો રોડ વાહન વ્

2025-03-18 10:02:45
અકોટા-દાંડિયાબજાર, હરિનગર તથા છાણી ઓવર બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી માટે એક તરફનો રોડ વાહન વ્


વડોદરા: અકોટા-દાંડિયાબજાર, હરિનગર તથા છાણી ઓવર બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી કરવાની હોઇ ત્રણેય બ્રિજનો એક તરફનો રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.



રિસર્ફેસિંગની કામગીરી કરવાની હોવાથી અકોટા - દાંડિયાબજાર બ્રિજનો એક તરફનો રોડ આગામી તા. ૧૯ - ૦૩ - ૨૦૨૫ થી તા.૦૨ - ૦૫ - ૨૦૨૫ સુધી ૪૫ દિવસ માટે બંધ રહેશે. હરિનગર ઓવર બ્રિજ તા.૧૦ - ૦૪ - ૨૦૨૫ થી તા. ૧૦ - ૦૫ - ૨૦૨૫ સુધી ૩૦ દિવસ માટે બંધ રહેશે. તેમજ છાણી રેલવે ઓવર બ્રિજનો એક તરફનો રોડ  તા. ૨૨- ૦૪ - ૨૦૨૫ થી તા.૨૦ - ૦૬ - ૨૦૨૫ દરમિયાન ૬૦ દિવસ માટે બંધ રહેશે. 

આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી છાણી અને અકોટા - દાંડિયાબજાર બ્રિજનો એક તરફના રોડ  પર સાવચેતી વાહન ચલાવવા જણાવાયું છે. જ્યારે હરિનગર બ્રિજ સર્વિસ રોડનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post