અકોટા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી હાથ બનાવટના દેશી તમંચા (હથિયાર) સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી. ઝોન- 02 ટીમ

વડોદરા શહેરના ઝોન-02 વિસ્તારમા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે “અકોટા ગામ નવા વાસના નાકા પાસે બ્રીજ નીચે એક ઇસમ જેણે કાળા કલર નુ સ્વેટર તથા ક્રીમ કલરનુ પેન્ટ પહેરેલું છે તે પોતાની પાસે પિસ્તોલ જેવુ ગેરકાયદેસર હથીયાર પોતાની કાળા કલરની કોલેજ બેગમાં મુકી ઉભેલ છે.
જે બાતમીના આધારે મુળ રહે. શેખુપુર કસ્બા, તા.જી. બદાયુ ઉત્તરપ્રદેશના અને હાલ રહે. 401 અફીફા ફ્લેટ, ચોથે માળ, અકોટા ગામ વડોદરામાં રહેતા ઇસમ શારીક અસ્ફાકને ઝડપી તેની અંગ ઝડતી કરતા ઇસમ પાસેથી કાળા કલરની બેગમાંથી એક લાકડાના હાથાવાળો ધાતુની ટ્રીગર અને બેરલ વાળો દેશી તમંચો મળી આવેલ જેની અંદાજે કુલ કિંમત રૂ.10,000 તથા એક મોબાઇલ ફોન જેની કિમત રૂ.5000 મળી કુલ્લે કિ. રૂ.15,000 ના મુદ્દામાલ સાથે ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin