વડોદરા : શહેરમાં વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવે છે અને મગર દર વર્ષની જેમ નદીમાંથી બહાર આવી નિવાસ્થાને આવી પહોંચે છે.
રાત્રે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપ સ્ટેશન પાસે રાત્રિના 12 વાગે એક મગર લટાર મારતા મરતા પાસે રહેલા ઝૂંપડામાં પહોંચી જતા દોડધામ મચી ગઇ હતી. જોકે, આ બાબતનો કોલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને મળતા વન વિભાગની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મગર રેસ્ક્યુ કર્યા બાદ તેને એક વ્યક્તિ બાથમાં લઈ પાંજરે પુરતો દેખાય છે.વન વિભાગની ટીમને સાથે રાખી પાંચ ફૂટનો મગરનું રેસ્ક્યુ કર્યું
આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના યુવરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યો હતો, અમે તુરંત ત્યાં પહોંચ્યા હતા. આ કોલ શહેરના ગાજરાવાળી સુએજ પમ્પ સ્ટેશન પાસેથી પસાર થતાં નાળામાંથી એક મગર પાસે રહેલા ઝૂંપડામાં આવી જતા આ કોલ મળ્યો હતો. સ્થળ પર જઈ જોતા પાંચ ફૂટનો મગર વન વિભાગની ટીમને સાથે રાખી રેસ્ક્યુ કર્યો હતો. રેસ્ક્યુ બાદ સહી સલામત રીતે મગરને પાંજરે પૂરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
Reporter: admin