News Portal...

Breaking News :

E20 ફ્યુઅલ મુદ્દે ગડકરીનો દાવો, કહ્યું- નીતિ સાથે મારો કોઈ સીધો સંબંધ નથી

2026-07-28 12:30:28
E20 ફ્યુઅલ મુદ્દે ગડકરીનો દાવો, કહ્યું- નીતિ સાથે મારો કોઈ સીધો સંબંધ નથી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ E20 ફ્યુઅલ નીતિ મામલે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટતા કરી છે કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ સાથે તેમની કોઈ ભૂમિકા નથી.

ગડકરીએ આક્ષેપ કર્યો છે કે AI દ્વારા બનાવાયેલા ડીપફેક વીડિયો અને ભ્રામક ઓનલાઈન સામગ્રીના માધ્યમથી તેમને અને તેમના પરિવારને E20 નીતિથી આર્થિક લાભ મળ્યો હોવાના ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે ગડકરીને મેટા, ગૂગલ, X કોર્પ સહિતના પ્લેટફોર્મ્સ સામે સિવિલ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. અરજીમાં માનહાનિકારક અને ખોટી ડિજિટલ સામગ્રી દૂર કરવા તેમજ તેના પ્રસાર પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.


અરજીમાં જણાવાયું છે કે E20 અને ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે. આ નીતિઓ સાથે માર્ગ પરિવહન મંત્રાલયનો સીધો સંબંધ નથી.

ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ જાહેર ચર્ચા કે ટીકા રોકવાનો નથી, પરંતુ ખોટી અને બનાવટી AI જનરેટેડ સામગ્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો છે. હાઈકોર્ટમાં આ મામલે આગામી સુનાવણીમાં વચગાળાની રાહત અંગે નિર્ણય લેવાશે.

Reporter:

Related Post