News Portal...

Breaking News :

માઈક્રો ફાઇલેરીયા(હાથીપગા) રોગ અટકાવવા નાઈટ બ્લડ સર્વે કરાયું

2024-09-19 12:45:34
માઈક્રો ફાઇલેરીયા(હાથીપગા) રોગ અટકાવવા નાઈટ બ્લડ સર્વે કરાયું


ડભોઇ : વિવિધ વિસ્તારોમાંથી માઈક્રો ફાઇલેરીયા (હાથીપગા)રોગ અટકાવવા નાઈટ બ્લડ સર્વે કરાયું હતું. ગુજરાત સરકાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વડોદરા દ્વારા માઈક્રો ફાઈલેરિયા હાથીપગાના રોગને અટકાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે 


તે અંતર્ગત ગાંધીનગરના વહીવટી હુકમ મુજબ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી અને જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી રાહુલસિંઘ ના આદેશ અનુસાર ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારીયાએ જુદી જુદી ટીમો બનાવી જિલ્લાના લેબ ટેક્નિશિયન અર્બન હેલ્થના કર્મચારીઓ અને ડભોઇ મેલેરીયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભોઇ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી 125 ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા.ડભોઇ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારીયા એ જણાવ્યું હતું કે હાથીપગાનું રોગ ગંદા પાણીમાંથી થતા માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે અને તેનું સમયસર નિદાન થઈ થકે 


અને નાગરિકોને આ રોગ થતું અટકાવી શકય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયતના લેબ ટેકનીશીયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળી જુદી જુદી ટીમો બનાવી ડભોઇ નગરના જુદા જુદા વિસ્તારમાં રાતના 9 થી 12 ના સમયગાળામાં નાઈટ બ્લડ સર્વેનું કાર્યકર્મ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. જ્યારે આ સર્વે તારીખ 18 19 20 અને 23 એમ ચાર દિવસ બ્લડ સેમ્પલ લેવાનું હાથ ધરાશે જેમાં અત્યાર સુધી 125 બ્લડ સેમ્પલો લેવાયા છે તેમજ બીજા ત્રણ દિવસમાં 600 સેમ્પલ લેવાનું મેલેરિયા શાખાનું ધ્યેય છે એમ ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જણાવ્યું હતું.

Reporter:

Related Post