નવી દિલ્હી : નવા ટેલિકોમ કાયદા મુજબ હવે એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ 9 સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના લોકો માત્ર 6 સિમ રજીસ્ટર કરાવી શકે છે. તેનાથી વધુ સિમ કાર્ડ લેનાર માટે પ્રથમ વખત રૂ. 50 હજારના દંડ અને નીજી વખત આવું થાય તો રૂ. 2 લાખ દંડની જોગવાઈ છે.
દેશમાં 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. ટેલિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે.ગુનાખોરી પર અંકુશ લગાવવા તેમજ સિમ કાર્ડ જારી થતા રોકવા માટે પણ આ એક્ટમાં કડક જોગવાઈઓ છે. જેમાં નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા રૂ. 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સિમ આપવામાં આવશે.આ સિવાય ટેલિકોમ કંપનીઓ યુઝરને DND સર્વિસ રજીસ્ટર કરવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ હવે વારંવાર આવતા બિનજરૂરી ફોન કોલ્સ વિશે પણ ફરિયાદ કરી શકશે.
નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોશનલ મેસેજ મોકલવા માટે પણ યુઝર્સની સંમતિ જરૂરી છે. જેના માટે પહેલા સંમતિ લેવાની રહેશે. ટેલિકોમ નેટવર્કનો ડેટા એક્સેસ કરવો, ટેપિંગ કે પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવાને ગુનો ગણવા,માં આવે છે. જો કોઈ આવું કરતા પકડાશે તો આ માટે ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 2 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી હવે હરાજી દ્વારા કરવામાં આવશે નહીં. આ સિવાય વિદેશી કંપનીઓને પણ સ્પેક્ટ્રમ આપવામાં આવશે. આ કાયદો નવી તકનીકોને સરળ બનાવવા માટે નિયમનકારી સેન્ડબોક્સ માટે કાનૂની માળખું પણ પૂરું પાડશે.
Reporter: News Plus