મુંબઈ : ખાનગી ટેલિકોમ કંપનીઓના નિર્ણય બાદ હવે ગ્રાહકોએ રિચાર્જ પ્લાન પર 600 રૂપિયા સુધીનો વધુ ખર્ચ કરવો પડશે, ત્યારે BSNL ગ્રાહકો માટે 249 રૂપિયાનો નવો પ્લાન લાવ્યું છે. BSNLએ તેના આ નવા પ્લાન વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. BSNLએ તેના યુઝર્સને 249 રૂપિયામાં 45 દિવસની લાંબી વેલિડિટી આપીને રાહત આપવાનું કામ કર્યું છે.
બીએસએનએલના ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો યુઝર્સને કુલ 90GB ડેટા મળશે. આમ તે રોજનો ત્રણ જીબી ડેટા યુઝ કરી શકશે. ફ્રી કોલિંગ, 90GB ડેટાની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળશે.
Jio, Airtel અને Vodafone Ideaએ રિચાર્જ પ્લાનની અને સરકારી ટેલિકોમ એજન્સી BSNLના પ્લાન સાથે સરખામણી કરશો તો જાણવા મળશે કે BSNLના પ્લાનની કિંમત ઓછી છે અને તેમાં વેલિડિટી અને ડેટા બેનિફિટ્સ વધુ આપવામાં આવી રહ્યા છે. તેથી BSNLના પ્લાનમાં લોકોને વધારે ફાયદો થશે.
Reporter: News Plus