બટાકા કાતરી બનાવવા માટેની સામગ્રીમાં મોટી સાઈઝના બટાકા, ફટકડી, મરચું, દરેલી ખાંડ, લીબુંના ફૂલ અને મીઠુ સ્વાદ અનુસાર જરૂરી છે.
બટાકા ધોઈ છોલી લેવા. હવે તેને સઁચાની મદદ વડે કાતરી, છીણ કે વેફર પાડી ચોખ્ખા પાણીમાં મુકવા. પાણી ડુબાડૂબ રાખવું. બે થી ત્રણ વખત ધોઈ મોટા તપેલામાં અડધું તપેલું પાણી લઈ ગેસ પર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં થોડુ મીઠુ અને ફટકડીનો નાનો ટુકડો નાખી મિક્સ કરી લેવું. મીઠાની જગ્યા પર સિંધવ મીઠુ લઇ શકાય.
ગરમ પાણીમાં કાતરી છૂટી કરીને મૂકવી. અદ્યકચરી બફાય એટલે ઝારાથી નિતારી કાઢી લેવી. ફરી ઉકળે એટલે બીજી કાતરી ઉમેરવી. બફાયેલી કાતરી તડકામાં છૂટી સુકવવી. સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરવી. તેલમાં તળ્યા પછી મરચું, લીબુંના ફૂલ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું.
Reporter: admin