જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે ત્યારે જીતો દ્વારા નવમી એપ્રિલ સવારે 6:30 વાગે નવલખી કમ્પાઉન્ડમાં નમસ્કાર નવકાર મહામંત્રનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે

જેના માટે વડોદરા શહેરમાં ચારે ફીરકાના જૈન સંઘો માં નવકાર મંત્રનો કુંભ ફરી રહ્યો છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે સવારે 7:00 વાગે દિગંબર સમાજના અલ્પેશભાઈ શાહ ને ત્યાંથી આ કુંભ ગાય સર્કલ ખાતે આવેલ હસમુખ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે પધાર્યો હતો ભાવિક ભક્તોએ સંગીતની સુરાવલી સાથે અને નૃત્ય ગાન સાથે નવકાર કુંભને આવકાર્યો હતો સાધુ સાધ્વી ભગવંતો એ નવકાર કુંભને વાસક્ષેપ કર્યો હતો.

સંઘના ટ્સ્ટી પ્રશાંતભાઈ શાહ, ધર્મેશભાઈ સહિતના અગ્રણીઓએ નાચગાન સાથે વાજતે ગાજતે પધરામણી કરી હતી. વધુમાં પ્રશાંતભાઈ જણાવ્યું હતું કે આ આખો દિવસ બધા લોકો આવીને નવકારના જાપ કરી શકશે અને પછી આ કુંભને નવમી તારીખે સવારે 6:30 વાગે નવકાર મંત્ર અનુસ્થાનમાં વાજતે ગાજતે લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું





Reporter: admin