News Portal...

Breaking News :

મુંબઈ એરપોર્ટ પર ‘બેગમાં બોમ્બ’ કહેવું પડ્યું ભારે મુસાફરના નિવેદનથી ખળભળાટ, દિલ્હી જતી ફ્લાઇટમાં થયો વિલંબ

2026-08-13 15:34:24
મુંબઈ એરપોર્ટ પર ‘બેગમાં બોમ્બ’ કહેવું પડ્યું ભારે  મુસાફરના નિવેદનથી ખળભળાટ, દિલ્હી જતી ફ્લાઇટમાં થયો વિલંબ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મુસાફરને પોતાના બેગમાં બોમ્બ હોવાની વાત કરવી ભારે પડી હતી. મુસાફરના નિવેદન બાદ એરપોર્ટ પર સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક મુસાફરને કસ્ટડીમાં લઈને તેના બેગની સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બેગમાંથી કોઈપણ પ્રકારનું વિસ્ફોટક અથવા શંકાસ્પદ સામાન મળી આવ્યો નહોતો. જોકે, આ ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દિલ્હી જતી ફ્લાઇટના સંચાલનમાં વિલંબ થયો હતો.

સુરક્ષા એજન્સીઓએ મુસાફરની પૂછપરછ શરૂ કરી છે. મુસાફરે બેગમાં બોમ્બ હોવાની વાત શા માટે કરી હતી તે જાણવા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

Reporter: admin

Related Post