ગુજરાતમાં વધુ એક વખત ભાજપ પક્ષે શાનદાર દેખાવ કર્યો છે. ભાજપે કુલ 25 બેઠક ઉપર વિજય મેળવ્યો છે, ફક્ત બનાસકાંઠાની બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે ગુજરાતમાં ઘણી ચર્ચાસ્પદ બેઠક રાજકોટની હતી.
રાજકોટની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા હતા.રૂપાલાની ક્ષત્રિય સમાજની ટિપ્પણીના કારણે ઘણો વિવાદ થયો હતો. હવે રૂપાલાની રાજકોટ બેઠક ઉપર વિજય મેળવ્યા બાદ પદ્મિનીબાનું ક્ષત્રિય સમાજ માટે નિવેદન સામે આવ્યું છે. પદ્મિનીબાએ રૂપાલાના વિજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજનું આંદોલન સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. સંકલન સમિતિએ રાજકારણ કર્યું એટલે આટલી મોટી હાર થઈ છે.
આ ક્ષત્રિય સમાજની નિષ્ફળતા છે. સંકલન સમિતિના આંતરિક રાજકારણના કારણે આ હાર થઈ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે જે રસ્તે ચાલ્યા હોત એ રસ્તે આંદોલન થયું હોત તો જીત થાત. આગળ તેમણે ક્ષત્રિય સમાજના યુવાનો વિષે પણ વાત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય ક્ષત્રિય સેના દ્વારા ભાજપમાંથી સમાજ માટે આવેલા યુવાનો માટે પણ વિચાર કરવામાં આવશે. ભાજપ સાથે ફરી તેવો આગળ વધે તેમાટે ચર્ચા કરવામાં આવશે અને યુવાનોની રાજકીય કારકિર્દી માટે પણ વિચાર કરવામાં આવશે.
Reporter: News Plus