News Portal...

Breaking News :

મૃત મહિલાનું મનરેગા જોબકાર્ડ બનાવી17000થી વધુનું મહેતાણુ ચૂકવી દેવાયું

2024-08-18 23:14:02
મૃત મહિલાનું મનરેગા જોબકાર્ડ બનાવી17000થી વધુનું મહેતાણુ ચૂકવી દેવાયું


વડોદરા : ઘર-આંગણે રોજગારી આપતી સરકારની મનરેગા યોજનામાં વ્યવસ્થિત કૌભાંડ બહાર આવ્યું છે. 


વડોદરાના સમસાબાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મહિલાનું જોબકાર્ડ બનાવી 75 દિવસની માસ્ટર રોલમાં હાજરી પુરી નાખી 17 હજારથી વધુનું મહેતાણુ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. જે બાદ મૃતકના પરિવારની જાણ બહાર જ ATM દ્વારા તમામ પૈસા પણ ઉપડી ગયાં હતાં. નાણા ઉપડ્યાનો મેસેજ મૃતકના પુત્રને જતાં તે પણ ચોંકી ગયો હતો.આ ચોંકાવનારા કૌભાંડમાં જિલ્લા વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં વિકાસ અધિકારી, તત્કાલીન તલાટી, સરપંચ સહિતના અધિકારીની ભૂમિકા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.આ કામમાં કૌભાંડીઓ દ્વારા ગામના પાછલા ફળિયામાં રહેતા ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયાનું તા. 15-02-22ના રોજ અવસાન થયું હોવા છતાં તેમના નામનું જોબકાર્ડ બનાવ્યું હતું. આ સાથે તેમના નામના મસ્ટરમાં 75 દિવસ સુધી હાજરી બતાવી હતી. તેમના મહેનતાણાની રકમ રૂપિયા 17,925 તેમના એકાઉન્ટમાં જેમાં થતાં તે રકમ મનરેગા અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ દ્વારા ઉપાડી લીધી હતી. 


એકાઉન્ટમાંથી રકમ ઉપાડી હોવાનો મેસેજ સ્વ. ગંગાબેન પાટણવાડીયાના પુત્ર લાલજીભાઈને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતાં. પોતે અશિક્ષિત હોવાથી તેમના મિત્રને બતાવતા આ બાબતે તપાસ શરૂ કરાઇ હતી. જેમાં ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું હતું.કૌભાંડીઓએ સ્વ. ગંગાબેનનુ જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લઇ લીધું હતું. જેમાં ગંગાબેનના એકાઉન્ટમાં પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી. દરમિયાન આ કૌભાંડની તપાસ માટે અરજદારે અરજીઓ કરતાં તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી. જેમાં તેઓએ પણ કૌભાંડમાં સામેલ તત્કાલિન તલાટી ઉર્મિલા શાહ સહિત અન્યને બચાવવાના પ્રયાસો કર્યાં હતાં.સમસાબાદના મનરેગા યોજના કૌભાંડની રજૂઆત જિલ્લા કલેકટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ સહિત ત્રણ કર્મચારીની બદલીના હુકમ કર્યા હતા.જેમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલની સાવલી તાલુકા પંચાયતમાં કરી હતી. તેઓને છૂટા કરતાં પહેલાં સમસાબાદની તપાસ કરી ફરિયાદ દાખલ કરાવવા માટે સૂચના આપતા તેઓએ શનિવારે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વરણામાં પોલીસ મથકમાં તાલિકા વિકાસ અધિકારી માધુરી કંચનભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેઓ ફરજ પર જોડાયા તે પહેલા મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સૂચના મુજબ તપાસ કરતા જાણવા મળ્યું કે, તાલુકાના સમસાબાદ, વડોદરાના જોબકાર્ડ ધારકોને જૂન- ડિસેમ્બર 2022ના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે મસ્ટરો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. મસ્ટરોમાં હાજરી પુરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા.દરમિયાન એક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયાના ખાતામાં રેગ્યુલર નાણાં જમા કરાવવામાં આવતા હતા.

Reporter: admin

Related Post