News Portal...

Breaking News :

માંડવી દરવાજાના વધુ કાંગરા ખર્યા પણ 500 મીટર દુર ભાજપી નેતાઓએ દરવાજાની મુલાકાત પણ ના લીધી

2025-04-28 10:03:29
માંડવી દરવાજાના વધુ કાંગરા ખર્યા પણ 500 મીટર દુર ભાજપી નેતાઓએ દરવાજાની મુલાકાત પણ ના લીધી


ધર્મ અને ધરોહરને સાચવવાની ઉદાસીનતા છે તે દુખની વાત: પૂજારી



રવિવારે વોર્ડ નંબર 14 દ્વારા નવા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના તમામ નાના મોટા નેતાઓ હાજર હતા પણ તેમાંથી કોઇને પણ જર્જરીત હાલતમાં રહેલા માંડવી દરવાજાના હાલ જોવા જવાની ફૂરસત મળી ન હતી . આજે ફરી એક વાર માંડવી દરવાજાનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો પણ માંડવી દરવાજાથી 500 મીટર દુર કલ્યાણરાયજી મંદિરમાં અભિવાદન સમારોહ માટે આવેલા ભાજપના નેતાઓ જર્જરીત માંડવી દરવાજાની હાલત જોવા ગયા ન હતા અને પોતાની બેદરકારીભર્યું વલણ વડોદરાવાસીએ સમક્ષ રજુ કર્યું હતું. ઐતિહાસીક વારસાને સાચવવાની મોટી મોટી જાહેરાતો કરનારા ભાજપના શાસકોની ઘોર બેદરકારીના કારણે માંડવી દરવાજા સહિત શહેરની તમામ ઐતિહાસીક વિરાસતો જર્જરીત થઇ રહી છે. 


પૂજારી હરિઓમ વ્યાસે જણાવ્યું કે અમે સતત કમિશનરને સૂચન કે આવેદન કરતા આવી રહ્યા છે. જાન્યુઆરીમાં 2025માં પહેલીવખત તિરાડો પડી ત્યારે કમિશનરને જણાવ્યું પણ તેમણે ઉદાસીનતા દાખવી હતી. પછી બિલ્ડીંગ માટે ટેકા મુક્યા છે પણ પિલ્લર કેવી રીતે ટકે તે માટે કોઇ પગલાં લેવાયા નથી. પુરાતત્વના નિષ્ણાતોએ તુરત જ પિલ્લરનું કામ ઝડપથી કરવા જણાવ્યું છે. ચોમાસુ નજીક છે અને પાણી નીચે ઉતરશે પણ પ્રશાસન જાગતું નથી. વડોદરામાં હેરિટેઝ સ્ક્વેરના નામે બહુ મિટીંગો થઇ પણ મહાનગરપાલિકા પાસે કોઇ એકસપર્ટ ના હોય તે દુખની વાત છે. વડોદરાના વિકાસ સાથે ધરોહરને સાચવવી પડશે અને ધરોહર આપણી ઓળખ છે. ધર્મ અને ધરોહરને સાચવવાની ઉદાસીનતા છે તે દુખની વાત છે. ઘણા હેરિટેઝ વોક કરવા નિકળે છે ત્યારે આજે આ હેરીટેઝ લવર્સ પણ ખોવાઇ ગયા છે. જર્જરીત દરવાજો તેમને બોલાવે છે કે આવો મારી જાળવણી કરો. સાધુ સંતોએ પણ પ્રશાસનનું ધ્યાન દોર્યું નથી. વડોદરાના લોકો માંડવી પાસે આવીને સેલ્ફી લે છે. વડોદરાવાસીઓએ પણ જાગૃત થવું જોઇએ. આ જ ઉદાસીનતા વડોદરાને પાછળ લઇ જાય છે. તમામ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હેવી વેહીકલના કારણે દરવાજાને નુકશાન થઇ રહ્યું છે પણ સૌથી વધુ કોર્પોરેશનના ડંપરો અહીંથી પસાર થાય છે. અહીંથી ધાર્મિક વરઘોડાના ડીજે પણ પસાર થાય છે. પોલીસ અને કોર્પોરેશન કોઇ જ પગલાં લેતું નથી.

Reporter: admin

Related Post