સોમવારે આવતા તહેવારોમાં દિવસોમાં મિનિ વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને નિર્ણય વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે.
SoUADTGAના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ તા.17.6.24,બકરી ઇદ પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે.
સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રક્લ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો,અને SoUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર,રવિવાર અને સોમવારના મિનિ વેકેશનનો લાભ મળે છે.તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસિય પ્રક્લ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય.
Reporter: News Plus