ડભોઇ : નગર કડીયાવાડ રેહમતભાઈ ભૂરા વાલા ના ઘરે તેમજ મહુડી ભાગોળ લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ એવી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના ભાઈ બહેનો એ સદસ્ય બન્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે.બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ કોર્પોરેટરો સલીમભાઈ ઘાંચી તેજલબેન સોની વિશાલભાઈ શાહ રાજેશભાઈ પટેલ સંજયભાઈ પંડિત અમિતભાઈ સોલંકી વંદનભાઈ પંડ્યા હાજર રહ્યા તથા નગર સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા અને વધુ સદસ્ય બને તે માટે અભિયાન ચલાવી રહ્યા છે.
જ્યારે કે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પાર્ટી અપેક્ષા પ્રમાણે વધુ સદસ્યો બનાવીએ રાષ્ટ્રના નિર્માણમાં વધુ લોકોને જુદી વધુ સદસ્યો બનાવવા સક્રિયતા ચાલુ રાખવા જણાવ્યું હતું.
Reporter: admin