લોકો વચ્ચે ભાગલા પાડવાનું કારણ ના બનાવી શકો, ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, તેને કોઇ ધર્મ સાથે ના જોડો. ઉર્દૂ ગંગા-જમુની તહઝીબનું પ્રતિક છે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર નગર પરિષદમાં ઉર્દૂ ભાષામાં સાઇન બોર્ડ લગાવાયા હતા, જેને પગલે પાતુરની નગર પરિષદના પૂર્વ કાઉન્સિલ વર્ષાતાઇ સંજય બાગડેએ તેનો વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટ બાદ સુપ્રીમમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના કાયદા મુજબ માત્ર મરાઠી ભાષામાં જ સાઇન બોર્ડ હોવા જોઇએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેંચે કહ્યું હતું કે આ અરજીને ફગાવતા અરજદારને ભાષાનો પાઠ ભણાવ્યો હતો.સુપ્રીમની બેંચે કહ્યું હતું કે ઉર્દૂ ભારતમાં જન્મેલી ભાષા છે, તેને કોઇ ધર્મ સાથે જોડવી ખોટુ છે, આ ભાષા ગંગા-જમુની તબઝીબનું પ્રતિક છે, જે ઉત્તરી અને મધ્ય ભારતના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.
ઉર્દૂ અને મરાઠી બન્ને ભાષાનો બંધારણીય રીતે સમાન દરજ્જો છે, જો સ્થાનિક લોકો ઉર્દૂ ભાષાના જાણકાર હોય તો પછી ઉર્દૂ ભાષામાં સાઇન બોર્ડ લગાવવામાં કોઇ વિરોધ ના હોવો જોઇએ. સુપ્રીમે કહ્યું હતું કે ઉર્દૂને સામાન્ય રીતે મુસ્લિમો સાથે જોડવામાં આવે છે, આવુ કરવું ખરેખર વાસ્તવિક્તાથી ઘણુ દૂર છે, કેટલીક તાકતોએ હિન્દીને હિન્દુઓ અને ઉર્દૂને મુસ્લિમો સાથે જોડવાની ખોટી ધારણા પેદા કરી, ઉર્દૂ ભારતની સૌથી વધુ બોલવામાં આવતી છઠ્ઠી ભાષા છે અને તેનો ઉપયોગ દેશના લગભગ તમામ રાજ્યોમાં થાય છે. ભાષાનો મૂળ ઉદ્દેશ્ય સંચાર કે એકબીજા સાથે પ્રત્યાયન છે, તેનો ઉપયોગ ઓળખના રાજકારણ માટે ના થવો જોઇએ. આપણે ભાષાની વિવિધતાનું સન્માન કરવું જોઇએ અને તેનો આનંદ લેવો જોઇએ. ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ ભારતમાં ૧૨૨ મુખ્ય ભાષાઓ અને ૨૩૪ માતૃભાષાઓ છે. જેમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ઉર્દૂ છઠ્ઠા ક્રમે છે.
Reporter: admin