News Portal...

Breaking News :

ગુજરાતમાં છેલ્લા 40 વર્ષમાં દરિયા કિનારાની 703 કિલોમીટર વિસ્તારમાં જમીનનું ધોવાણ

2024-07-16 11:26:34
ગુજરાતમાં છેલ્લા 40 વર્ષમાં દરિયા કિનારાની 703 કિલોમીટર વિસ્તારમાં જમીનનું ધોવાણ


અમદાવાદ: સૌથી લાંબા  દરિયાઈ પટ ધરાવતા ગુજરાતના 1617 કિલોમીટરના દરિયા કિનારાની જમીનોનું ધોવાણ થઇ રહ્યું છે. જેમાં ખંભાતના અખાતથી કચ્છના સુધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે.


જેમાં રાજ્યના 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લા કિનારાની જમીનોના નોંધપાત્ર ધોવાણ સાથે ઝઝૂમી રહ્યા છે. જે રાજ્યના દરિયાકાંઠાના લગભગ 45.8 ટકાને અસર કરે છે. જે અંદાજે 549 ગામોને અસર કરી રહી છે જેમાં 10 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. ગુજરાતમાં છેલ્લા 40 વર્ષમાં દરિયા કિનારાની 703 કિલોમીટર વિસ્તારમાં જમીનનું ધોવાણ થયું છે.આ અંગે મળતી માહિતી મુજબ ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે, વર્ષ 2021 માં મહી નદીના વિસ્તારની નજીકના ખંભાત દરિયાકિનારાએ 40 વર્ષોમાં 113.9 મીટર થી 831.4 મીટર સુધીના કિનારાના ફેરફારો નોંધાયા છે. 


જેમાં વાર્ષિક 39.76 મીટર ના દરે ફેરફાર થયો હતો.ગુજરાતનો દરિયાકિનારો 1,617 કિમીમાં ફેલાયેલો છે. જે 13 દરિયાકાંઠાના જિલ્લાઓ અને 35 તાલુકાઓને સ્પર્શે છે, કચ્છ જિલ્લામાં દરિયા કિનારાની જમીનોનું સૌથી વધુ ધોવાણ થયું છે, ત્યારબાદ જામનગર, ભરૂચ અને વલસાડનો ક્રમ આવે છે. 1,600 કિ.મી.ના દરિયા કિનારામાંથી 703.6 કિલોમીટર વિસ્તારમાં ધોવાણ થઈ રહ્યું છે. દક્ષિણ આ ધોવાણ સુરત જિલ્લાના દાંડીથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી ફેલાયેલું છે.આ અભ્યાસમાં 1978-2020ના સેટેલાઇટ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે કચ્છ અને જામનગરમાં સૌથી વધુ ધોવાણ થયું હતું. BISAG અભ્યાસે દરિયાકાંઠાના પરિવર્તન દરના આધારે ધોવાણને વર્ગીકૃત કર્યું હતું.

Reporter: admin

Related Post