News Portal...

Breaking News :

ક્ષત્રિય ગણેશ યુવક મંડળની ભવ્ય આગમન યાત્રા, ‘ડેઇલી હોરર શો’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

2026-09-04 12:30:54
ક્ષત્રિય ગણેશ યુવક મંડળની ભવ્ય આગમન યાત્રા, ‘ડેઇલી હોરર શો’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

વડોદરા: ગણેશોત્સવને લઈને શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે ક્ષત્રિય ગણેશ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભવ્ય આગમન યાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નારા અને ડીજે-સાઉન્ડના ધબકારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

સાંજે ૬ વાગ્યે ઝવેર નગરથી શરૂ થયેલી આગમન યાત્રા ઊભા ચાર રસ્તા, કલાદર્શન અને રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ ત્રણ રસ્તા થઈ ક્ષત્રિય યુવક મંડળના નિજ મંડપ ખાતે પહોંચી હતી. આ વર્ષે યાત્રામાં યુવાનો માટે ખાસ આકર્ષણરૂપ ‘ડેઇલી હોરર શો’ થીમ રજૂ કરવામાં આવી હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભક્તો ઉમટી પડ્યા હતા.

યાત્રા દરમિયાન ‘રમઝમ ટીમલી ડાન્સ ગ્રુપ’ના તાલે યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા. મલ્હાર સાઉન્ડ, ડીજે જય, શિવ લાઈટિંગ્સ, એસ.આર. ઇવેન્ટ અને બ્લડ ઓફ સનાતની ગ્રુપના સહયોગથી સમગ્ર રૂટ પર ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાના દર્શન કરી આગમન યાત્રાનો આનંદ માણ્યો હતો.

Reporter: admin

Related Post