વડોદરાનો વ્યંઢળ સમાજ જાતે મતદાન કરે છે અને વિસ્તારના લોકોને મતદાન કરવાની પ્રેરણા આપે છે...
વ્યંઢળ સમાજ બહુજન સમાજનું અભિન્ન અંગ છે.વડોદરામાં બરાનપુરા વિસ્તારમાં વ્યંઢળ સમાજનો અખાડો લગભગ છેલ્લા બસો વર્ષથી છે.
હવે મતદાર યાદીમાં વ્યંઢળ સમાજના મતદારો ને થર્ડ જેન્ડર ની જુદી શ્રેણી માં મૂકીને એમનું આત્મ સન્માન વધારવામાં આવ્યું છે.
આ સમાજમાં શિક્ષણ કદાચ ઓછું હશે પરંતુ નાગરિક તરીકેની અને સામાજિક જાગૃતિ ખૂબ સારી છે.
બરાનપુરા અખાડાના મોભી અંજુ માસીને સામાજિક રાજકીય આગેવાનો સાથે ઘરોબો છે.તેઓ પ્રત્યેક ચુંટણીમાં જાતે હંમેશા મતદાન કરે છે અને અખાડાના સાથીદારો અચૂક મતદાન કરે એવો આગ્રહ રાખે છે.
આજે અંજુ માસી અને તેમના સાથીદારો વરઘોડો માં મહાલવા નીકળ્યા હોય એવા ઉત્સાહ સાથે વાજતે ગાજતે,ઢોલ મંડળી સાથે મતદાન કરવા નીકળ્યા હતા ત્યારે આગવું આકર્ષણ વિસ્તારના લોકોમાં જોવા મળ્યું હતું.
તેઓ એ લોકોને બધું કામ પડતું મૂકીને મતદાન કરવા આગ્રહ કર્યો હતો.
ચુંટણી તંત્રે અંજુ માસીને મતદાર જાગૃતિના એમ્બેસેડર નું સ્થાન આપ્યું છે.તેઓ મતદારોને અવશ્ય મતદાનની હંમેશા અપીલ કરે છે અને ભારત ના ચુંટણી પંચે તેમના ફોટા સાથે મતદાન જાગૃતિ સંદેશનું પ્રસારણ કર્યું છે
Reporter: News Plus