News Portal...

Breaking News :

દિલ્હી, ગુરુગ્રામ, ઇન્દોર અને વડોદરાની વિભિન્ન હોસ્પિટલોમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ નું કૌભાંડ

2024-07-20 10:02:14
દિલ્હી, ગુરુગ્રામ, ઇન્દોર અને વડોદરાની વિભિન્ન હોસ્પિટલોમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ નું કૌભાંડ



દિલ્હી: પોલીસે આંતર રાજય કિડની રેકેટનો પર્દાફાશ કરી આઠ લોકોની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.


પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓ પાંચ રાજ્યોની વિવિધ હોસ્પિટલોમાં નકલી દસ્તાવેજોને આધારે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હતાં. એક સપ્તાહ સુધી ચાલેલા ઓપરેશનમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આઠ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટ દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સક્રિય હતું. આ જૂથ સોશિયલ મીડિયા દ્વારા ગરીબ ડોનર શોધતા હતાં અને તેમને પાંચ થી છ લાખ રૂપિયા આપીને તેમની કિડનીને ૩૫ થી ૪૦ લાખ રૂપિયામાં દર્દીઓને વેચતા હતાં. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેકેટના માસ્ટરમાઇન્ડ સંદીપ આર્યની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. સંદીપ આર્ય એક ડીલમાં સાત થી આઠ લાખ રૂપિયા કમાવતો હતો. અન્ય આરોપીઓની ઓળખ દેવેન્દ્ર ઝા, વિજયકુમાર કશ્યપ, પુનીત કુમાર, મોહંમદ હનીફ શેખ, ચીકા પ્રશાંત, તેજ પ્રકાશ અને રોહિત ખન્ના તરીકે કરવામાં આવી છે. 


આરોપીઓ પાસેથી વિભિન્ન રાજ્યોના અનેક અધિકારીઓના નામના ૩૪ સ્ટેમ્પ, કિડની દર્દીઓ અને દાતાઓની છ નકલી ફાઇલો, નકલી દસ્તાવેજ તૈયાર કરવા માટે વિભિન્ન લેબોરેટરીઓ અને હોસ્પિટલોના કોરા દસ્તાવેજ, સીલ બનાવવાની સામગ્રી, કિડની ટ્રાન્સપ્લાન્ટ સંબધિત ડેટા અને રેકોર્ડ ધરાવતા બે લેપટોપ, ૧૭ મોેબાઇલ હેન્ડસેટ, ૯ સિમકાર્ડ, ૧.૫ લાખ રૂપિયા રોકડા, દર્દીઓ પર પ્રભાવ પાડવા માટે સંદીપ આર્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મર્સિડીઝ કાર સામેલ છે. ડીસીપી (ક્રાઇમ) અમિત ગોયલના જણાવ્યા અનુસાર આ રેકેેટનો વડો સંદીપ આર્ય નોએડા, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.તે ફરીદાબાદ, દિલ્હી, ગુરુગ્રામ, ઇન્દોર અને વડોદરાની વિભિન્ન હોસ્પિટલોમાં ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડનેટર તરીકે કાર્ય કરતો હતો. આરોપીઓ અંગે માહિતી એકત્ર કરવા દરમિયાન એક મહિલા ફરિયાદકર્તાએ સંદીપ અને વિજય કુમાર કશ્યપ ઉર્ફે સુમિતની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે આ બંનેએ કિડની ટ્રાન્સપ્લાન્ટના બહાને તેમના પતિ સાથે ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ૨૬ જૂન, ૨૦૨૪ના રોજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી સંબધિત આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને વિભિન્ન ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.

Reporter: admin

Related Post