News Portal...

Breaking News :

આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ, મહિલાઓ અને કુમારિકાઓએ શ્રદ્ધાભેર આરાધના શરૂ કરી

2026-07-27 10:41:54
આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ, મહિલાઓ અને કુમારિકાઓએ શ્રદ્ધાભેર આરાધના શરૂ કરી

વડોદરા: આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં આ વ્રતને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે. રાજ્યભરના શિવ મંદિરોમાં વહેલી સવારથી મહિલાઓ અને કુમારિકાઓ મોટી સંખ્યામાં પહોંચીને ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા-અર્ચના કરી રહી છે.

અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી ગૌરી વ્રત મનાવવામાં આવે છે, જ્યારે તેરસથી વદ બીજ સુધી પાંચ દિવસીય જયા પાર્વતી વ્રતનું પાલન કરવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન મહિલાઓ અને કુમારિકાઓ ભગવાન શિવ-પાર્વતીની આરાધના કરીને સુખી દાંપત્ય જીવન, મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ અને પરિવારના સુખ-સમૃદ્ધિ તેમજ દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
જયા પાર્વતી વ્રતમાં અલૂણા વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત દરમિયાન વ્રતધારીઓ મીઠા (નમક) વિનાનું ભોજન દિવસમાં માત્ર એક જ વખત ગ્રહણ કરે છે અને સંપૂર્ણ શ્રદ્ધા તથા નિયમ સાથે વ્રતનું પાલન કરે છે.

આ અંગે **ભરત શાસ્ત્રી (પૂજારી)**એ જણાવ્યું હતું કે જયા પાર્વતી વ્રત માતા પાર્વતીના અખંડ સૌભાગ્ય અને તપસ્યાનું પ્રતિક છે. આ વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતો જીવનસાથી મળે છે, જ્યારે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી દાંપત્ય અને પરિવારની સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે.

Reporter: admin

Related Post