મુંબઇઃ રેલવે ટિકિટ બુક કરનારાઓ માટે IRCTC (ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન)ની વેબસાઈટ આગામી એક કલાક માટે ડાઉન થઇ ગઇ છે. તેથી રેલવે ટિકિટનું બુકિંગ શક્ય નથી.
આના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. સૌથી મોટી વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ કરવાના સમયે જ IRCTC સાઈટ ક્રેશ થઈ ગઈ છે. IRCTCએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સાઈટની જાળવણી થઈ રહી છે,
તેથી આગામી 1 કલાક સુધી બુકિંગ ખુલ્લું રહેશે નહીં.IRCTCએ જણાવ્યું હતું કે “જાળવણી પ્રવૃત્તિ (મેન્ટેનન્સ એક્ટીવીટી)ને કારણે, આગામી એક કલાક માટે ઈ-ટિકિટીંગ સેવા ઉપલબ્ધ નથી. કૃપા કરીને પછી પ્રયાસ કરો. રદ કરવા/ tdr ફાઇલ માટે, કૃપા કરીને ગ્રાહક સંભાળ નંબર પર કૉલ કરો.
Reporter: admin