વડોદરા : હોટલ રેસ્ટોરન્ટોમાં આરોગતા પહેલા ચેતવાની જરૂર છે કોર્પોરેશનની વડી કચેરી સામે આવેલ ગુરુકુપા હોટલમાં ઉત્તપામાં જીવાત નીકળી હતી.

ઉત્તપામાં જીવાત નીકળતા ગ્રાહકે કોર્પોરેશનના ઓફિસિયલ ટ્વીટર પર ફરિયાદ કરી હતી.ગતરોજ ફરિયાદ મળતા ફૂડ સેફટી ઓફિસરે આજે ચેકિંગ કર્યું હતું.ઉત્તપાનું સેમ્પલ લઈ શિડ્યુલ 4 ની નોટિસ આપી હતી.

સાત દિવસમાં હોટલ સંચાલકનો જવાબ નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી થશે.વાઘોડિયા રોડ પર આવેલ મિસ્ટર પફની દુકાનમાંથી પણ જીવાત નીકળવાનો બનાવ ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

Reporter: admin