કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મોડી રાત્રે લેન્ડિંગ પહેલાં ડાબા એન્જિનમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા ચેન્નાઈ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટ 6E-723માં કુલ 224 લોકો સવાર હતા.
ફ્લાઈટ ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતી ત્યારે ડાબા એન્જિનમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લાઈટે રાત્રે 11:29 વાગ્યે ફુલ ઈમરજન્સી જાહેર કરી હતી. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
આ ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. વિમાનમાં એન્જિનમાં કયા પ્રકારની ખામી સર્જાઈ હતી અને તેનું ચોક્કસ કારણ શું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
Reporter: admin







