News Portal...

Breaking News :

દુબઈ-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ

2026-07-27 17:27:23
દુબઈ-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ

દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ IGO1452નું સોમવારે રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ઉડાન દરમિયાન વિમાનના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા પાયલટે તાત્કાલિક ‘ટોટલ ઈમરજન્સી’ જાહેર કરી નજીકના રાજકોટ એરપોર્ટ પર વિમાન ઉતારવાનો નિર્ણય લીધો હતો.

રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા અનુસાર બપોરે 2:45 વાગ્યે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 3:27 વાગ્યે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 194 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ મળ્યા નથી.

ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની બે ગાડીઓ, બે એમ્બ્યુલન્સ, CISF, એરપોર્ટ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચ્યા હતા. સુરક્ષાની તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વિમાનની તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિગો તરફથી જણાવાયું છે કે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ધુમાડો નીકળવાના કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

AI Generated Representative Image

Reporter:

Related Post