મુંબઇ: શેરબજારમાં મંદીવાળા હાવી થયા છે. ભાવોમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે.
બજારને તોડવા માટે મંદીવાલાઓને નવા કારણો મળતાં, મંગળવારે ખરાબ રીતે ઘટ્યા બાદ, બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં 500 પોઈન્ટ ઘટી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ ધીમી ગતિએ ખૂલ્યા બાદ 170 પોઈન્ટ ઘટી ગયો હતો.બજાર નીચા મથાડે બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૯૮૪ પોઇન્ટ અને નિફ્ટી ૩૨૪ પોઇન્ટ તેમજ બેન્ક નિફ્ટી ૧૦૬૯ પોઇન્ટ નીચો બંધ રહ્યો હતો.બજારના સાધનો અનુસાર, ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક બુધવારે નીચા ખુલ્યા હતા કારણ કે ઓક્ટોબર રિટેલ ફુગાવાનો ડેટા જોતા, આવતા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દર ઘટાડવાની અપેક્ષાઓ તળિયે પહોંચી છે. રિટેલ ફુગાવો ૧૪ મહિનાની ટોચે પહોંચ્યો છે.
આ ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્રની નબળી કમાણી અને વિદેશી ફંડો ની સતત ચાલુ રહેલી અને વધતી જતી વેચવાલી સાથે બજારની ચિંતામાં વધારો થયો છે અને સેન્ટિમેન્ટ ખખડી ગયું છે. એફઆઈઆઈએ મંગળવારે રૂ. 3,024 કરોડની ઇક્વિટી ઓફલોડ કરે છે. એશિયાઈ બજારો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે અમેરિકી બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા છે. સ્થાનિક ધોરણે રૂપિયો ઓલ ટાઈમ લોની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
Reporter: admin