વડોદરાના સુસેન તરસાલી રિંગ રોડ પર પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વિનય રોહિત નામના યુવકનું ગત રાત્રે સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો નોધારાં બન્યા. પરિવારના ત્રણ લોકોની જવાબદારી જે વિનય પર હતી તે વિનયે આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ.
ભગવાને આપેલ સુંદર જિંદગી આજે બેફામ વાહન ચાલકોના કારણે છીનવાઈ રહી છે. "કરે કોઈ અને ભરે કોઈ" આ કેહવત વડોદરાના એક પરિવાર સાથે સાર્થક પુરવાર થઇ છે. 23 જૂનના રોજ શહેરના તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલ 19 વર્ષીય વિનય રોહિત નામના યુવકને એક કારે અડફેટે લેતા યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. પરંતુ હવે આ યુવકનું સારવાર દરમિયાન મોત થતા વિનયના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. કારણકે, વિનયના ખભે આખા ઘરની જવાબદારી હતી.વિનય AC રિપેરીંગનું કામ કરી તેના માતા-પિતા અને 4 વર્ષના નાના ભાઈનું ગુજરાન ચલાવતો હતો.
વિનયની કમાઈ પર જ તેનો આખરો પરિવાર નિર્ભર હતો. અને હવે જયારે વિનયના શ્વાસ થંભી ગયા છે ત્યારે તેમનો આખો પરિવાર નોધારો બન્યો છે. જયારે બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક હજી પણ પોલીસ પકડ થી દૂર છે. મકરપુરા પોલીસ ફરાર કાર ચાલકને પકડી પાડવામાં મથી છે.સુસેન તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલ યુવકને માતેલા સાંઢની જેમ દોડતી કારે અડફેટે લઇ અકસ્માત સર્જ્યો. અને અકસ્માત સર્જી કાર ચાલાક ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં એવું જોવા મળે છે કે, રોડ ક્રોસ કરી રહેલ એક યુવકને પાછળથી આવતી કાર ટક્કર મારી નાસી જાય છે. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલકે બ્રેક ન મારી હતી.
Reporter: News Plus